ઉત્તરપ્રદેશના અમેઠીમાં દલિત સરપંચના પતિને જીવતા સળગાવાયા: અંતે મોત

ઉતરપ્રદેશમાં વધુ એક ચોંકાવનારી હત્યા પ્રકાશમાં આવી છે. અમેઠીમાં ગુરુવારે રાતે દલિત સરપંચના પતિને કીડનેપ કરીને જીવતા સળગાવવામાં આવ્યા છે. રાતે તેઓ અડધી સળગેલી હાલતમાં મળ્યાં હતા. લખનઉમાં ટ્રોમા સેન્ટર લઈ જતી વખતે તેમનું મોત થયું. હત્યા પછી ગામમાં તણાવ છે અને પોલીસ તહેનાત કરવામાં આવી છે.

અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ આ મામલામાં દાખલ કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કહૃાું છે. તે પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે ઘટના મુંશીગંજના બંદોઈયા ગામની છે. અહીં સરપંચ છોટકાના પતિ અર્જુન(૪૦) ગુરુવારે સવારે ઘરેથી નીકળ્યા હતા. પરિવારનો આરોપ છે કે ગામના જ કે કે તિવારી, આશુતોષ, રાજેશ મિશ્રા, રવિ અને સંતોષે તેમને કિડનેપ કર્યા હતા.

અર્જુન ઘરે પરત ન ફરતા તેમના પુત્ર સુરેન્દ્રએ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી. રાતે લગભગ સાડા દસ વાગ્યે અર્જુન ગ્રામીણ કૃષ્ણ કુમારના મેદાનમાંથી અડધી સળગેલી હાલતમાં મળ્યા. તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને આજે સવારે તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા. રસ્તામાં જ તેમનું મોત થયું.

મૃતકનો એક ઓડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. તેમાં તેઓ એ લોકો પર સળગાવવાનો આરોપ લગાવી રહૃાાં છે, જેમની પર તેમના પરિવારે આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ આ સમગ્ર મામલાની માહિતી લીધી છે અને ઝડપથી આરોપીઓની ધરપકડ કરવાની વાત કહી છે. એસપી દિનેશ સિંહે જણાવ્યું કે ૫ લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ઝડપથી ધરરકડ કરવામાં આવશે.