આર્મી ચીફ નવરણે આજે નેપાળ જશે: ધી જનરલ ઓફ ધી આર્મીના સન્માનથી સન્માનિત કરાશે

ભારત અને નેપાળ વચ્ચે પાછલા કેટલાક સમયથી ચાલી રહેલી કડવાહટ વચ્ચે આર્મી ચીફ નજરલ મનોજ મુકુંદ નવરણે કાલે એટલે કે ચાર નવેમ્બરે નેપાળ પહોંચી રહૃાા છે. નવરણેને આ યાત્રા દરમ્યાન જનરલ રેંકનો માનદ રેક્ધ પ્રદાન કરવામાં આવશે. આ દરમ્યાન બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થસે અને સંબંધો સુધારવા પર બળ આપવામાં આવશે. જ્યારે આ પ્રવાસ પહેલા આર્મી ચીફ નવરણેનું કહેવું છે કે આનાથી બંને દેશની સેનાઓ મિત્રતાના મજબૂત બંધનમાં બંધાશે. આ દરમ્યાન તેમણે ધી જનરલ ઑફ ધી નેપાળ આર્મીનો માનદૃ રેંક આપી સન્માનિત કરવામાં આવશે.

મંગળવારે આર્મી ચીફ જનરલ નવરણેએ કહૃાું કે, ’આવા પ્રકારના આમંત્રણ પર નેપાળ જવા અને સમકક્ષ જનરલ પૂર્ણ ચંદ્ર તાપાને મળવાની મને ખુશી છે. મને વિશ્ર્વાસ ચે કે આ યાત્રા બંને સેનાઓના બંધન અને મિત્રતા મજબૂત કરશે.’ તેમણે આગળ કહૃાું કે, હું નેપાળના વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવતાં તેમનો આભારી છું. નેપાળના રાષ્ટ્રપતિ ધી જનરલ ઑફ ધી આર્મીના સન્માનથી સન્માનિત કરાવવામાં આવનાર હોય મારા માટે આ બહુ સન્માનની વાત છે.