આર્મીનિયા-અઝરબૈજાન વચ્ચેના ખતરનાક યુદ્ધનો અંત, અમેરિકાએ કરાવ્યો સંઘર્ષવિરામ

આર્મીનીયા અને અઝરબૈજાન વચ્ચે ૨૯ દિવસથી ખૂની ખેલ ખેલાઇ રહૃાો હતો. આ બે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુનિયામાં ત્રીજા વિશ્ર્વ યુદ્ધના ભણકારા વાગતા હતા તેનો ખતરો હવે ટળી ગયો છે. એટલે કે લાંબા સમય સુધી હિંસા અને સંઘર્ષ બાદ આર્મીનિયા અને અઝરબૈજાન માનવીય સંઘર્ષવિરામ માટે તૈયાર થઇ ગયા છે. ૨૯ દિવસ સુધી યુદ્ધ બાદ બંને દેશોના પ્રતિનિધિઓએ સીઝફાયરના પાલન પર મ્હોર મારી દીધી છે. અડધી રાતથી બંને દેશોની વચ્ચે સંઘર્ષવિરામ પ્રભાવમાં આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રાષ્ટ્ર પ્રમુખોને અભિનંદન પાઠવતા બંને દેશોની વચ્ચે શાંતિ ફરી સ્થાપિત કરવા માટે પોતાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની પીઠ થપથપાવી.

આપને જણાવી દઇએ કે નાગોરનો-કરબાખ ક્ષેત્ર માટે યુદ્ધની વચ્ચે આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચે દાયકાઓ જૂનો સંઘર્ષ છે. બંને દેશોની વચ્ચે ૨૯ સપ્ટેમ્બરથી એક વખત ફરી યુદ્ધ છેડાયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહૃાું કે આર્મીનિયાના પ્રધાનમંત્રી નિકોલ પાશિન્યાન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલીયેવને અભિનંદન. બંને સીઝફાયરના પાલન માટે માની ગયા છે જે અડધી રાતથી પ્રભાવમાં આવી ગયા છે. કેટલાંય જીવન બચી જશે. મને મારી ટીમ માઇક પોમ્પિયો, સ્ટીવ બેગન અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ પર આ ડીલ માટે ગર્વ છે.

આની પહેલાં નાગોરનો -કરબાખની સેના એ અઝરબૈજાનની સેના પર શનિવાર સાંજે મરતુનિ અને આસ્કેરનના ક્ષેત્રોમાં નાગરિકો પર ગોળીબારી કરવાનો આરોપ લગાવ્યો હતો. અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે તેના જવાબમાં આરોપ મૂકયો હતો કે આર્મીનિયાઇ સેના એ આઝરબૈજાનના ટેરરર, અગદમ અને અઘજાબેદી ક્ષેત્રોમાં ગોળીબાર કર્યો. નાગોરનો-કરબાખ ક્ષેત્ર માટે ૨૭ સપ્ટેમ્બરના રોજ ફરીથી યુદ્ધ શરૂ થયું હતું. બંને દેશોની વચ્ચે મધ્યસ્થતા માટે રૂસ અને અમેરિકાએ પોતાની તરફથી પ્રયાસ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW