આફ્રિકાના દેશ માલીમાં ફ્રાંસનો હવાઈ હુમલો, ૫૦ આતંકીઓનો ખાત્મો

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ફ્રાંસની વાયુસેનાએ આફ્રિકી દેશ માલીમાં સક્રિય અલકાયદૃાના આતંકવાદૃીઓ પર ભયંકર હવાઈ હુમલા કર્યા છે. ફ્રાંસના વાયુસેનાના મિરાજ યુદ્ધ વિમાન અને ડ્રોન વિમાનોએ મધ્ય માલીમાં મિસાઈલો વડે હુમલા કરતા ૫૦ ઈસ્લામિક આતંકવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા હતાં.

માનવામાં આવે છે કે, ફ્રાંસે આ હુમલો બુર્કીન ફાસો અને નાઈઝરની સરહદ પાસે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આતંકવાદીઓએ ફ્રાંસમાં બે લોનવુલ્ફ હુમલા કરી સનસનાટી મચાવી હતી.

ફ્રાંસના સંરક્ષણ મંત્રી લોરેંસ પાર્લેએ માલીની સંક્રમણકાલિન સરકાર સાથે મુલાકાત બાદ કહૃાું હતું કે, ૩૦ ઓક્ટોબરે માલીમાં ફ્રેંસ એરફોર્સે એક આક્રમક કાર્યવાહી કરી હતી જેમાં ૫૦ જેહાદીઓ માર્યા ગયા હતાં. આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતાં. આ વિસ્તારમાં માલીની સરકાર ઈસ્લામિક આતંકવાદીઓનો સામન્નો કરી રહી છે. ફ્રાંસના સંરક્ષણમંત્રીએ કહૃાું હતું કે, આ હવાઈ હુમલામાં ૩૦ મોટરસાઈકલો પણ નષ્ટ થઈ ગઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો એ સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ડ્રોન જ્યારે અહીં મોટી સંખ્યામાં મોટરસાઈકલ પર સવાર થઈને લોકો ત્રણ દેશોની સરહદ પર એકત્ર થઈ રહૃાાં હતાં તેની જાણકારી મેળવી તો આ જેહાદીઓ ઝાડની નીચે સંતાઈ ગયા હતાં અને બચવાનો પ્રયાસ કરવા લાગ્યા હતાં. ત્યાર બાદ ફ્રાંસીસી વાયુસેનાના બે મિરાજ જેટ અને ડ્રોન વિમાનો રવાના કરવામાં આવ્યા હતાં. આ વિમાનોએ પહોંચતાની સાથે જ આતંકવાદીઓ પર મિસાઈલો વરસાવી હતી અને તમામનો ખુરદો બોલાવી દીધો હતો.

સેનાના પ્રવક્તા કર્નલ ફ્રેડરિક બાર્બીએ કહૃાું હતું કે, ૪ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને આત્મઘાતી જેકેટ મળી આવ્યા હતાં. આ આતંકવાદીઓ એક સૈન્ય મથક પર હુમલો કરતાની ફિરાકમાં હતાં. બાર્બીના જણાવ્યા પ્રમાણે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે ગ્રેટર સહારા વિસ્તારમાં એક અથડામણ ચાલી રહી છે. જેમાં લગભગ ૩ હજાર સૈનિકો શામેલ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ફ્રાંસમાં બે જુદી જુદી ઠેકાણે આતંકવાદી હુમલા થયા હતાં. જેને દુનિયા આખીમાં સનસનાટી મચાવી હતી. આ હુમલા વિરૂદ્ધ ફ્રાંસે આકરૂ વલણ અપનાવ્યું હતું. હુમલા બાદ જ ફ્રાંસે ઈસ્લામિક આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.