અમેરિકાના રાષ્ટ્રપતિ પદૃની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક ૧૪ અબજ ડોલરનો ખર્ચ થશે

અમેરિકામાં આ વર્ષે યોજાઈ રહેલ રાષ્ટ્રપતિ ચૂંટણી ઇતિહાસની સાથી મોંઘી ચૂંટણી બનવા તરફ જઈ રહી છે. આ ચૂંટણીમાં ગત રાષ્ટ્રપતિની ચૂંટણીની સરખામણીએ બમણી રકમ ખર્ચાય તેવું અનુમાન છે. આ વખતે આશરે ૧૪ અબજ ડોલર ખર્ચ થવાની શક્યતા છે. રિસર્ચ ગ્રુપ ધ સેન્ટર ફોર રેસ્પોન્સિવ પોલિટીક્સે કહૃાું છે કે મતદાન અગાઉના છેલ્લાં માસમાં પોલિટિકલ ડોનેશનમાં ભારે વધારો નોંધાયો છે અને તેને કારણે ચૂંટણી ૧૧ અબજ ડોલરનો ખર્ચ થવાનું અનુમાન લગાવ્યું હતું તે પાછળ છૂટી ગયું છે.

રિસર્ચ ગ્રુપે કહૃાું હતું કે ૨૦૨૦ની ચૂંટણીમાં ૧૪ અબજ ડોલરનો ખર્ચ થવાનું અનુમાન છે જેનાથી ચૂંટણીમાં ખર્ચ તમામ જુના રેકોર્ડ ધ્વસ્ત થઇ રહૃાા છે. સમૂહના જણાવ્યાં અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અમેરિકાના ઇતિહાસના પ્રથમ ઉમેદવાર હશે જેઓએ દાનવીરો પાસેથી એક અબજ ડોલર કરતા વધુ રકમ પ્રાપ્ત કરી છે. તેમનાં પ્રચાર અભિયાનને ૧૪ ઓક્ટોમ્બરે ૯૩.૮ કરોડ ડોલર પ્રાપ્ત થયા છે જેનાથી ડેમોક્રેટ્સનું રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાને લઈને ઉત્સુકતા વધી રહી છે.

બીજી તરફ ટ્રમ્પે દાનકર્તાઓ પાસેથી ૫૯.૬ કરોડ ડોલરની રકમ ચૂંટણી પ્રચાર માટે એકત્ર કરી છે. રિસર્ચ ગ્રુપે કહૃાું હતું કે રોગચાળા છતાં તમામ લોકો ભલે તે સામાન્ય માણસ હોય કે અબજોપતિ વર્ષ ૨૦૨૦ની ચૂંટણીમાં વધુ રકમ દાન કરી રહૃાા છે. ગ્રુપે નિવેદનમાં જણાવ્યું છે કે આ વખતે મહિલાઓએ દાન આપવામાં રેકોર્ડ તોડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW