વડોદરામાં બેફામ બસ ચાલકે ૫ વાહનને મારી ટક્કર, બે બાળકોના મોત

વડોદૃરાના પાદૃરામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જ્યાં બેફામ બસ ચાલકે ૫ વાહનને ટક્કર મારી છે. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકોમાં ૨ બાળકો છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા જંબુસર હાઇવે પર પાદરાના ફુલબાગ પાસે રોડ પર બેફામ ગતિએ ચાલતી લકઝરી બસે ૫ વાહનોને અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ત્યાં જ ૧ મહિલાનો આબાદૃ બચાવ થયો હતો.

ડભાસા તરફથી આવતી લકઝરી બસે પાદરાના ફુલબાગ પહેલા આઇસર, અને અન્ય પાર્ક કરેલા અન્ય બે ફોરવ્હીલર વાહન બાદ રોંગ સાઈડના બે બાઇકને પણ અડફેટમાં લઇ મોટો અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનાનાં પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ૧૦૮ની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને બે બાળકોના મૃતદેહને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જ ઘાયલ મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા.