વડતાલ ગાદીના નિત્યસ્વરૂપ સ્વામીના મળતીયાઓએ ધમકી આપ્યાનો આક્ષેપ

સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં

સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. વડતાલ ગાદીના નિત્યસ્વરૂપ સ્વામીએ પોતાના મળતીયાઓ મારફતે ધમકી આપતા હોવાનો સુરતના એક હરિભક્તે આક્ષેપ કર્યો છે. સુરતમાં બાંધકામ સાથે જોડાયેલા વાધજીભાઈ જોગાણી પાસેથી પાંચ કરોડ રૂપિયા માંગવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મામલે હરિભક્ત તરફથી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. હરિભક્તનો દાવો છે કે સ્વામીએ મંદિર બનાવવાના નામ પર હરિભક્તો પાસેથી કરોડો રૂપિયા એકઠા કરી લીધા છે. જે બાદમાં તેમણે મંદિૃર નહીં બાંધીને તેમણે હરિભક્તો સાથે છેતરિંપડી કરી છે.

ભક્તના કહેવા પ્રમાણે જગન્નાથપુરી મંદિર માટે કરોડો રૂપિયા લીધા બાદ મંદિર નહીં બાંધીને હરિભક્તો સાથે છેતરિંપડી કરવામાં આવી છે. જેમાં વાઘજીભાઈએ સુરતના હરિભક્તો પાસેથી કરોડો રૂપિયાનું દાન અપાવ્યું હતું. મંદિર ન બનાવવામાં આવતા તેમણે આ રૂપિયા પરત માંગ્યા હતા. જે બાદમાં તેમને ધમકી મળવાની શરૂ થઈ હતી. છેલ્લા ૧૧ મહિનાથી તેમને ધમકી આપવામાં આવી રહી હતી.

આ મામલે શરૂઆતમાં વાઘજીભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફોન પર ધમકી મળી હોવાની અરજી આપી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે તા.૧૩ અને ૧૨ ફેબ્રુઆરીના રોજ તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ શખ્સે ધર્મને લગતી બીભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત અલગ અલગ વોઇસ મેસેજ મોકલવામાં આવતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે.