લાખો રૂપિયાની સિક્યોરિટી છતા પણ ૨૩ લાખના કિંમતી પાઉડરની ચોરી

પાદરાની આઈપીસીએ લેબોરેટરી લિમિટેડ કમ્પનીમાં ૨૩ લાખના મોંઘા ડાટ સિલોડીન પાઉડરની ચોરી થતા ચકચાર. કમ્પનીમાં સઘન સિક્યોરિટી હોવા છતાં ફિલ્મી ઢબે ચોરો ચોરી કરી પલાયન થયા. પાદરા પોલીસે એફ એસ એલ ડોગ સ્ક્વોડ સહિતની ટિમોએ ધામાં નાખ્યા. ત્રણ લેયરના દરવાજા સાથે બારીની નેટ તોડી તસ્કરો કંપનીના મુખ્ય ગોડાઉનમાં ઘુસ્યા જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠ્યા હતા.

વડોદરા જીલ્લાના પાદરા તાલુકાની જાણીતી આઈપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ કંપનીમાંથી ૨૩ લાખ ઉપરાંતની કિંમતના સિલોડીન પાઉડરની ચોરી થતા પાદરા પોલીસે તપાસ આરંભી છે. લગભગ અઢી લાખ રૂપિયે કિલોની કિંમતના ફાર્માસ્યુટિકલ મટીરીયલના મોટા જથ્થાની ચોરી થતા પાદરા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ આરંભી છે. પાદરાની જાણીતી આઈપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીના ગોડાઉનમાંથી સિલોડીન પાઉડર ના મોટા જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ કંપની સત્તાધીશોએ પાદરા પોલીસને આપી હતી.

અઢી લાખ રૂપિયે કિલોના બજાર કિંમતના લગભગ ૨૩ લાખની કિંમતના મટીરીયલની ચોરીનો કિસ્સો સામે આવતા પાદરા પોલીસે ડોગ સ્ક્વોડ અને મદદથી તપાસ શરૂ કરી છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. જ્યારે સેમ્પલ કલેક્ટ કરી ફાર્માસ્યુટિકલના રો મટીરીયલની ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.