રૂપાણી સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો કર્યો નિર્ણય

જે માગને લઈને ખેડૂતો લાંબા સમયથી સરકાર પાસે રજૂઆત કરી રહૃાા હતા તે માગને આખરે સરકારે પુરી કરી છે. ગુજરાત સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી ઉર્જામંત્રી સૌરભ પટેલે આપી હતી. નોંધનીય છે કે રાત્રી દરમિયાન વીજળી આવતી હોવાથી જે વિસ્તારમાં જંગલી જાનવરોનો ખતરો છે તેમને મોટી રાહત મળશે.આ સુવિધાનો રાજ્યના ૧૭.૨૫ લાખ ખેડૂતોને લાભ મળશે.તો બીજી તરફ કિસાન સર્વોદય યોજનાનુ ઉદ્ઘાટન કરશે. રાજ્યના ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે. બે કે ત્રણ વર્ષમાં યોજનાની કામગીરી પૂર્ણ થશે. આગામી ૨૪ તારીખે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે.

તો હાલમાં પાયલોટ પ્રોજેકટ જૂનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવશે. જંગલ વિસ્તાર હોવાથી આ જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલમાં જૂનાગઢ જિલ્લાના ૨૨૦ ગામને આ યોજનાનો લાભ આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૌરભ પટેલે જણાવ્યું સવારે ૫થી સાંજે ૯ વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. નોંધનિય છે કે દિવસે વીજળી માટે ૧૧ થી ૧૩ હજાર મેગા વોટ વીજળીની જરૂર પડે છે. આ સુવિધાનો લાભ જૂનાગઢના ૨૨૦ ગામોને મળશે. તો બીજી તરફ ગીર સોમનાથના ૧૪૩ ગામ અને દાહોદના ૬૯૨ ગામોને દિવસે વીજળી આપશે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનું માળખું ઉભું કરતા ૩ વર્ષ જેટલો સમય લાગશે. કિસાન સૂર્યોદય યોજના માટે સરકારે નવું માળખું ઉભુ કરવાનું છે. આ અંગે ગુજરાત સરકારે ૨૦૨૦-૨૧ના બજેટમાં ૩૫૦૦ કરોડની જોગવાઈ કરી છે.

૩૫૦૦ કરોડ રૂપિયા આગામી ૩ વર્ષમાં ખર્ચ કરીને માળખું બનાવવાનું છે. આ યોજનાને લાગુ કરવા માટે ૨૨૦ કેવી ટ્રાન્સમિશનની ૨૦ લાઈનો સરકારે નવી નાખવી પડશે. ૧૩૨ કેવી ટ્રાન્સમિશનની ૧ લાઈન નવી નાખે પછી કામ આગળ વધશે. ૬૬ કેવી ટ્રાન્સમિશનની રાજ્યમાં ૨૩૩ લાઈનો નાખવી પડે તેમ છે. હાલમાં સરકાર ૬૦૦૦ થી ૬૫૦૦ મેગા વોટ વીજળી આપવામાં આવી રહી છે. જે આગામી સમયમાં ૧૧૦૦૦ મેગા વોટ વિજળી આપવામાં આવશે. જે માટે હવે ૨૨૦ કેવીના સબ ટેશન બનાવવામાં આવશે. આગામી ૨ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે પહેલા ફેઇઝમાં દૃાહોદૃ જિલ્લાને સમાવવામાં આવશે. જેના ૬૯૨ ગામડાને લાભ આપવામાં આવશે.