રાજકોટ માર્કેટ યાર્ડમાં કિસાન સંઘનો હોબાળો, સરકારે અન્યાય કર્યાનો આક્ષેપ

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ૬ દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યુ

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. ખેડૂતના મગફળીના સેમ્પલ પાસ બારદાનમાં મગફળી સમાતી નથી. આથી અધિકારીઓ મગફળી ખરીદીનો ઈક્ધાર કરી રહૃાા છે. સરકાર દ્વારા એક બારદાનમાં ૨૫ કિલોની ભરતીને બદલે ૩૦ કિલોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ એક બારદાનમાં ૩૦ કિલો મગફળી સમાતી નથી અને અધિકારીઓ મગફળી ખરીદીનો ઇક્ધાર કરી રહૃાાં છે. આથી કિસાન સંઘે હોબાળો મચાવી ખરીદૃી અટકાવી હતી.

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ૨૫ કિલોની ભરતીને લઈને વિવાદ સર્જાયો હતો. હાલ ૩૦ કિલો ભરતીનો નિર્ણય કરાયો છે પરંતુ આ વર્ષે ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. તેમજ મગફળીના દાણા જીણા હોવાથી બારદાનમાં ૩૦ કિલો મગફળી સમાતી નથી. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ ૩૦ કિલો ભરતીની માગણી કરવામાં આવી હતી. પરંતુ દાણાનો પુરતો વિકાસ ન થતા ૩૦ કિલો મગફળી એક બારદાનમાં સમાતી નથી. આથી ખેડૂતો પણ પરેશાન બન્યા છે.

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા બેડી યાર્ડ દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. યાર્ડ દ્વારા ૬ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ૧૩ નવેમ્બરથી ૧૮ નવેમ્બર સુધી બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે.