રાજકોટમાં એમ્સ ૧૬૦ એકરમાં ૧૯ બિલ્ડીંગ બનશે, માસ્ટર લે-આઉટ મંજૂર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને અધ્યતન મેડીકલ સારવારનું સ્વપ્ન સાકાર થવાની અણી ઉપર છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ નજીક એઈમ્સમાં ૧૯ બિલ્ડીંગ બાંધવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા માસ્ટર લે-આઉટ પ્લાનને રૂડાએ મંજૂરી આપી છે. રૂડાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખંઢેરી-પરાપીળીયાની ૧૬૦ એકર જમીનમાં અલગ અલગ ૧૯ બિલ્ડીંગ બાંધવા માટે આરોગ્ય વિભાગે પરવાનગી માંગી છે જેમાં મુખ્ય હોસ્પિટલ, મેડીકલ કોલેજ, ઓપરેશન થિયેટર, સ્ટાફ ક્વાર્ટર સહિતની સુવિધા ઉભી કરવા માટે મંજુરી માંગવામાં આવી છે. એઈમ્સમાં એન્ટ્રી અને એકઝીટ માટે એક જ રસ્તો મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત રસ્તા-કોમન પ્લોટ સહિતનો લે-આઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેને રૂડાના સતાવાળોઓ દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે. નવા વર્ષના પ્રારંભે બિલ્ડીંગનું કામકાજ શરૂ થશે. રૂડાના સૂત્રોએ જણાવ્યું હતું કે, એઈમ્સનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અક્યારે પ્રથમ તબક્કામાં બાઉન્ડ્રી વોલનું કામ શરૂ થઈ ગયું છે. હવે માસ્ટર લે-આઈઉટને શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવી હોવાથી સૌ પ્રથમ એક વર્ષમાં મેડીકલ કોલેજ ઉભી કરવામાં આવશે. હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ પણ જોરશોરથી ચાલી રહૃાું છે. હિરાસર એરપોર્ટમાં કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ ગયા બાદૃ રન-વેનું ૪૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં ટર્મીનલનું કામ શરૂ કરવામાં આવશે. આમ રાજકોટના બે મહત્વના એઈમ્સ અને એરપોર્ટના પ્રોજેક્ટ ધમધોકાર ચાલું થઈ ગયા છે.