યાત્રાધામ પાવાગઢ તરફ આવતા ખાનગી વાહનો માટે પ્રતિબંધ

પંચમહાલ મેજીસ્ટ્રેટે જાહેર કર્યું જાહેરનામું,

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ કોવિડ સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવે છે. ત્યારે યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોવિડ સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ પગલા લેવાયા છે. પાવાગઢમાં પ્રવેશના તમામ રસ્તા ખાનગી વાહનો માટે બંધ કરાયા છે. પ્રવેશ પ્રતિબંધ ૩૧ ઓક્ટોબર સુધી અમલી રહેશે.

પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટિમ્બી ત્રણ રસ્તાથી, ધનકુવા ચોકડીથી, વડા તળાવથી તથા ટપલાવાવ તરફથી પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધી સુધી અમલી રહેશે.

પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે હાલોલ ટિમ્બી ત્રણ રસ્તાથી, ધનકુવા ચોકડીથી, વડા તળાવથી તથા ટપલાવાવ તરફથી પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. આ પ્રતિબંધ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી અમલી રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ દંડ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અંતર્ગત આ જાહેરનામુ બહાર પડાયું છે.