ભેંસ લેવા નીકળેલા ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી ૫૦ હજાર પડાવ્યા: ત્રણની ધરપકડ

બનાસકાંઠા જેવા સરહદૃી જિલ્લામાં પણ હનીટ્રેપના બનાવો સામે આવી રહૃાા છે. પૈસા પડાવવા માટે ઠગ ગેંગ દ્વારા હેવ ખેડૂતોને પણ શિકાર બનાવવામાં આવી રહૃાા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના થરાદના દૃૂધવા ગામે બની હતી. અહીંયા સુઇગામના એક ખેડૂત ભેંસ લેવા જતા હનીટ્રેપમાં ફસાયા હતા.સુઇગામના મમાણાથી ભેંસ લેવા માટે થરાદ આવેલા આધેડને વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણે થરાદના દૃુધવા ગામની સીમમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવી રૂ.૫૦૦૦૦ પડાવી લીધા હતા. જેમાં સંડોવાયેલા બે મહિલા અને એક પુરુષની થરાદ પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે સુઇગામના માણાના દૃેવજીભાઇ રગાનાથભાઇ કુંભાર ગત ૩ સપ્ટેમ્બરે સવારે ભેંસ ખરીદૃવા રૂ.૫૦૦૦૦ લઈને થરાદ આવી ડીસા ચાર રસ્તા પર ચાની હોટલ પાસે ઊભા હતા. દરમિયાન ત્યાં આવેલા વાવના ભડવેલ ગામના વિષ્ણુ ઠાકોરને ભેંસ લેવા અંગે વાત કરતાં તેણે હું તપાસ કરાવું છું, તમે અહીં બેસો તેમ કહીને ગયો હતો.

ત્યારબાદ ઠગ વિષ્ણુ રિક્ષામાં બે સ્ત્રી લઈને પરત આવ્યો હતો. જે રિક્ષામાં મહિલાઓની બાજુમાં દૃેવજીભાઈને બેસાડી દૃૂધવા ગામની સીમમાં તલાવડી પાસે બાવળની ઝાડીમાં લઇ જઇ ત્રણેય સાથે મળીને ગડદૃાપાટુનો માર મારી એક સ્ત્રી સાથે ઉભા રખાવી તેમના ફોટા પડાવી લીધા હતા.
પોલીસની ટીમે વાવ તાલુકાના ભડવેલના વિષ્ણુભાઇ બાવાભાઇ ઠાકોર તથા બે મહિલાઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી મુદ્દામાલના રૂપિયા ૫૦,૦૦૦ની રિકવરી કરી ત્રણેયની સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.