ભચાઉમાં ૭ વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનારની ધરપકડ

કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામે ગુમ થયેલી સાત વર્ષિય માસૂમ બાળકી તેના ઘર પાસે આવેલા બંધ મકાનમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આ ગુનાની તપાસમાં સામખીયાળી પોલીસે ગણતરીના દિૃવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ગામના જ એક હવસખોર શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યાં બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

તાજેતરમાં ભચાઉના લાખાપર ગામમાં સાત વર્ષિય માસૂમ બાળા ગુમ થઈ હતી. બાળકી ગુમ થવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સામખીયાળી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં ફેલાયેલા સંદેશાઓને ધ્યાને લઈને પોલીસે સામેથી લાખાપર ગામે ધસી જઈ ભોગ બનનાર પરિવારનો સંપર્ક કરી બાળકીની તપાસ શરૂ કરી હતી.

આખી રાત તપાસ આદર્યા બાદ વહેલી પરોઢે બાળકી ગુમ થઈ હોવાનો ગુનો નોંધાયો હતો. બાદમાં બીજા દિવસે સવારે બાળકી પાડોશના બંધ મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીના મળેલા મૃતદેહને જોતા તેની સાથે કંઈક બન્યાની આશંકાઓ સેવાઈ હતીય. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા હતભાગી બાળકીના મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડ્યો હતો. જેનો પીએમ રિપોર્ટ આવતા તેના આધારે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું અને તેને મોઢું તેમજ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

પીએમ રિપોર્ટને આધારે સામખીયાળી પોલીસે બનાવનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી. પોલીસે હૃાુમન રિસોર્સ, સોશિયલ બેકગ્રાઉન્ડ અને ઈન્ટેલિજન્સ માહિતીના આધારે તપાસ આદરી હતી. જેમાં ગામના જ ૨૨ વર્ષીય વિજય કોલી નામના યુવાને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને મળેલી હકીકતના આધારે વિજય કોલીને માળિયા-હરીપર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.