ફાઇનાન્સના ત્રાસથી આપઘાત કરનાર કેસમાં એકની ધરપકડ

સુરતના અમરોલી વીસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવતો યુવાન કોરોના મહામારી વચ્ચે આર્થિક ભીંસમાં આવી જતા અને ફાઈનાન્સરની રૂપિયાની ઉઘરાણીથી કંટાળી મિત્રના ઘરે જઈને આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં પણ ફાઈનાન્સરનું નામ હોવાથી પોલીસે ફાઈનાન્સર વિરુદ્ધ આપઘાતની દૃુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સુરતના િંલબાયતના સુમન સંગીત આવાસમાં રહેતા મહેન્દ્રના ઘરે રાત રોકાયેલા તેના મિત્ર અશોક સમાઇરામ યાદવ (ઉ.વ. ૩૮ રહે. કોસાડ આવાસ, અમરોલી) એ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા પહોંચેલી િંલબાયત પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, મૈ અશોક કુમાર યાદવ કર્જ કી વજહ સે આત્મહત્યા કરતા હું, ઇસમે જયસુખ કડાવાલા કી વજહ સે પરેશાન કર દીયા હૈ, મુજે ઔર મેરે પરિવાર વાલો કો મારને કી ધમકી દેતા હૈ, ઘર પર જા કર બચ્ચો કો પરેશાન કરતા હૈ ઔર મે જયસુખ કડાવાલા કી વજહ સે મર રહા હું.

િંલબાયત પોલીસે સુસાઈડ નોટ આધારે પઠાણી ઉઘરાણી કરનાર ફાઇનાન્સર જયસુખ કડાવાલા વિરૂધ્ધ સૂસાઇડ નોટના આધારે આપઘાતની દૃુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.િંલબાયત પોલીસે ફાઈનાન્સનો ધંધો કરતા જલસુ ખટાઈલાલ સોનકર ઉર્ફે જયસુખ કડાવાલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.