પરિણિતા દુષ્કર્મ કેસ: રેલ્વે માસ્તરની જામીન અરજી કોર્ટે ફગાવી

આઠ માસ પહેલાં સફાઇકામ કરતી યુવાન પરિણીતા ઉપર દૃુષ્કર્મના ગુનામાં રેલવે પોલીસે પીલોલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરની ધરપકડ કરી હતી. સ્ટેશન માસ્ટર રાજેન્દ્રકુમાર વર્માએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

સ્ટેશન માસ્તરના દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને હાલ પીલોલ રેલવે સ્ટેશન પાસે રેલવે કવાર્ટરમાં રહેતી ૧૯ વર્ષીય પરિણીતા પીલોલ રેલવે સ્ટેશન ખાતે કોન્ટ્રેક્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેનો પતિ પણ કોન્ટ્રેક્ટમાં રેલવેના પાટાનું કામ કરે છે. તા.૧ માર્ચ-૨૦૨૦ના રોજ યુવતી સ્ટેશન માસ્તરની ઓફિસની બાજુમાં સાફ સફાઈ કરતી હતી. એ વખતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રકુમાર વર્મા ( રહે – યશ કોમ્પ્લેક્સની સામે, ગોત્રી, વડોદરા ) તેની પાસે પહોંચી ગયો હતો અને સ્ટોર રૂમમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ સ્ટેશન માસ્તરે પરિણીતાને ૧૦૦ રૂપિયા આપ્યા હતા અને આ બનાવ અંગે કોઇને જાણ ન કરવા માટે ધમકી હતી. આમ છતાં પરિણીતાએ પતિને બનાવ અંગે પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી હતી. ત્યાર બાદ કોરોનાના કારણે લોકડાઉન થઈ જતાં પતિ-પત્ની વતન જતા રહૃાા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ પતિ રાબેતા મુજબ કામ પર લાગી ગયો હતો અને યુવતી રેલવે ક્વાર્ટરમાં એકલી હતી.