નોકરી સાથે બિલ્કીશ બાનુંને ૫૦ લાખ ચૂકવ્યા: ગુજરાત સરકારનો સુપ્રિમમાં જવાબ

એક અઠવાડિયા બાદ થશે સુનાવણી

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, તેમણે બિલ્કિશ બાનુને ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે અને નોકરી પણ આપી છે.

જો કે બિલ્કીશ બાનું પોતાની અરજીમાં કહૃાું હતું કે, જ્યાં સુધી નોકરીનો સવાલ અને ઘર આપવાના સુપ્રીમ કોર્ટના આદૃેશનું રાજ્ય સરકાર દ્વારા પાલન કરવાનો સવાલ છે, તે તેનાથી તે અસંતુષ્ટ છે. જેના સંદૃર્ભે બિલ્કીશ બાનુએ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દૃાખલ કરી હતી. જેનો જવાબ આપતા સરકારે આ રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર તરફથી હાજર થયેલા સૉલિસીટર જનરલ તુષાર મેહતાએ કહૃાું કે, આ અરજી ખોટી છે. મેહતાએ અરજીનો વિરોધ કરતાં શરૂઆતમાં જ કહૃાું હતું કે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદૃેશ અનુસાર બિલ્કીશ બાનુને ૫૦ લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદૃેશનું પાલન કરવાના નામ પર માત્ર વાતો કરવાનું કામ કર્યું છે. બિલ્કીશ બાનોએ શોભા ગુપ્તા દ્વારા દૃાખલ કરેલી અરજીમાં કહૃાું છે કે, મકાનના નામ પર રાજ્ય સરકારે માત્ર ૫૦ વર્ગ મીટરની જગ્યા જ આપી છે. જ્યાં સુધી નોકરીની વાત છે તો, સરકારે િંસચાઈ વિભાગમાં કોન્ટ્રાક્ટના આધારે એક ખાસ યોજનામાં પટ્ટાવાળાની નોકરી આપવામાં આવી છે.

જો કે ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એસએ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની પીઠે કહૃાું કે, તેઓ આ મામલે એક સપ્તાહ બાદૃ સુનાવણી કરશે.