નજર ચૂકવી ચોરી કરતી તૈલી ગેંગના ૩ સાગરીતોની એલસીબીએ ધરપકડ કરી

આરોપીઓ પાસેથી ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

વાહન ચાલકની નજર ચૂકવી કિમતી ચીજ વસ્તુઓની ચોરી કરતી તૈલી ગેંગના ૩ સાગરીતોની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીની પુછપરછમાં અન્ય ૩ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ફરાર અન્ય બે સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના ઘોળકા વિસ્તારમાં ૧૦ દિવસ પહેલા ૪૦ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જે ગુનામાં ગ્રામ્ય એલસીબીએ સીસીટીવી ફુટેજની મદદથી તૈલી ગેંગના ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચંદ્ર તૈલી. શરદકુમાર કુલમી અને શીવા નાયકરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે ૨૦ તોલા દાગીના અને ગુનામાં વપરાયેલુ એક્ટિવા કબ્જે કર્યુ છે. આરોપી ચોરી કરવા માટે મહારાષ્ટ્રથી એક્ટિવા લઈ અમદાવાદ સુધી આવતા હોવાનુ સામે આવ્યુ છે.

ઝડપાયેલા ૩ આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે, આરોપી આરોપી બેંક અને આંગડીયાપેઢીની બહાર રેકી કરતા જે વો કોઈ વ્યક્તિ રૂપિયા અથવા દાગીના લઈને બહાર આવે ત્યારે તેનો પીછો કરતા અને વાહનને પંચર કરી દેતા હતા. જેવી ફરિયાદીની ગાડી કે બાઈક રોકાય ત્યારે નજર ચૂકવી ચોરી કરી લેતા હોવાનુ સામે આવ્યુ છે. આરોપીએ ઘોળકા સિવાય અન્ય ૩ ગુના આચર્યા હોવાનુ સામે આવ્યુ છે. ઉપરાંત આ ગેંગના ફરાર અન્ય બે આરોપી તેલંગણા ભાગી ગયા હોવાનુ સામે આવ્યુ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.