ડાંગમાં ૩ વાર હારેલા ઉમેદવારે ચોથી વારમાં ૬૦ હજારથી વધુ મતો સાથે મેળવી વિજય

વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલનો જંગી લીડ સાથે વિજય થયો હતો. છેલ્લી ચાર ટર્મથી ભાજપ સતત તેમને ટિકિટ આપી રહૃાું હતું. જેમાં એક જ વાર જીત મેળવી હતી. જ્યારે ૫ મી ટર્મમાં ફરી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વિજય થયો છે. વિજય પટેલ આહ્વા તાલુકાનાં હનવચોંડ ગામના વતની છે. તેઓ છેલ્લા ૪ ટર્મથી ભાજપના પક્ષે વિધાનસભામાં દાવેદારી કરી રહૃાા હતા. જેમાં તેઓ એકવાર ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ડાંગ ભાજપ પક્ષ પાસે સક્ષમ દાવેદાર હોવા છતા પાર્ટી દ્વારા વિજયભાઇને જ ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે અન્ય સભ્યો નારાજ પણ થયા હોવાનું સામે આવ્યું હતું.

ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા અને વિધાનસભામાંથી રાજીનામું આપનારા મંગળભાઇ ગાવિત ભાજપમાંથી ટિકિટનો દાવો કરી રહૃાા હતા. રાજ્યમાં ૮ વિધાનસભા બેઠકો માટે ૫ ઉમેદવારો કોંગ્રેસના ચૂંટાયા હતા. ભાજપે તેમને ટિકિટ આપી હતી. જો કે મંગળભાઇની ટિકિટ કપાઇ હતી. કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ડાંગ મુલાકાત દરમિયાન તેઓ ભાજપની મીટીંગમાં પણ દેખાયા હતા. આ બેઠકમાં જીત માટે મંગળ ગાવિતે સપોર્ટ કર્યું હોવાનું પણ ચર્ચાઇ રહૃાા છે.

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૯ ઉમેદવારો મેદાને હતા. આહવા સરકારી વિજ્ઞાન કોલેજમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં પહેલા રાઉન્ડથી જ ભાજપ પટેલને લીડ મળેલી હતી. જે છેક અંતિમ રાઉન્ડ સુધી જળવાઇ રહી હતી. જેના પગલે વિજય પટેલે કોંગ્રેસના ઉમેદવાર સુર્યકાંત તાવિતને ૬૦ હજાર કરતા પણ વધારે મતથી પરાજીત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તમામ ૮ બેઠકો પર વિજયી બન્યું હતું.