જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનારની મધ્ય પ્રદેશથી ધરપકડ

જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગના હથિયારના સપ્લાયર બળવંતિંસહ ઉર્ફે બલ્લુ પટવાની ધરપકડ થઈ. મધ્યપ્રદેશના ધારથી તેની ધરપકડ કરાઈ. વર્ષ ૨૦૧૯માં જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા જામનગરના પ્રોફેસર રાજાણી પાસે જયેશ પટેલે એક કરોડની ખંડણી માગી હતી. ખડણી નહીં આપતા જયેશ પટેલે સાગરીત ઇકબાલ ઉર્ફે બઠિયા પાસે ફાયરીગ કરાવડાયું હતું. જે ગુન્હામાં ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ દરમ્યાન ખુલાસો થયો હતો કે હથિયાર એમપી ના ધાર જિલ્લાના બળવતિંસહ ઉર્ફે બ્લલું એ પુરા પડ્યા હતા.

આરોપી બ્લલુ પટવા જામનગરના કુખ્યાત જયેશ પટેલ ગેંગને હથિયારો સપ્લાય કરતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે તે ગુજરાતમાં અત્યાર સુધી ૧૦૦ વધુ હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં આલગ અલગ ગેંગને હથિયાર પુરા પાડી ગુનાહિત કૃત્યમાં સાથ આપતો હતો. બ્લલુ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી અને જામનગરમાં આમ્સ એકટના ગુન્હા નોંધાયેલા છે. એટીએસએ આરોપી બલ્લુનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે.