કિશોરી દુષ્કર્મ કેસ: પોલીસ દિશાના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન ૫ વર્ષમાં તેની સેવામાં રહેલી કિશોરી પર ૧૨ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે પ્રશાંતની ખાસ શિષ્યા દિશા જોનની ઝડપી લીધી હતી. પોલીસ તેના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. પ્રશાંતની શિષ્યા દિશા અને દીક્ષાએ કિશોરીને પ્રશાંતના રૂમમાં મોકલતી હતી. પ્રશાંતની ત્રણ શિષ્યા દિશા ભગતિંસહ સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોષી પણ દુષ્કર્મ કેસમાં સામેલ હોવાનો આરોપ પીડિતાએ પોલીસ ફરિયાદમાં લગાવ્યો છે. આ ત્રણેય શિષ્યા પ્રશાંતનાં અનેક રહસ્યો જાણે છે.

દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ઉન્નતિ જોષીની માહિતી ન મળતાં તપાસ શરૂ કરાઈ હતી. પ્રશાંત ભૂતકાળમાં નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં જેલની હવા ખાઇ રહૃાો છે. આ કેસમાં પૂછપરછ કરવા પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે. હાલ યુવતી બની ચૂકેલી, પરંતુ ૨૦૧૩માં દસમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતા વારસિયા બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિર અવારનવાર દર્શન કરવા જતા હતા અને સત્સંગમાં પ્રશાંત ઉપાધ્યાયથી પ્રભાવિત થયા હતા.

ત્યાર પછી તે અને તેનો પરિવાર પણ વારસિયા મંદિરમાં જતા હતા. તેને માથાના વાળની તકલીફ હોવાથી પિતાએ પ્રશાંત ઉપાધ્યાય ડોક્ટર હોવાથી તેમની દવા લઇએ તેમ જણાવતા. પ્રશાંતે તેમને ઘડિયાળ સર્કલ નજીકના યોગક્ષેમ બિલ્ડિંગમાં આવેલા દવાખાને બોલાવ્યા હતા, જેથી ત્યાં જતાં તેને દવા પણ આપી હતી. ત્યાર પછી તે પણ પ્રશાંતથી પ્રભાવિત થઈ હતી અને વારસિયા મંદિર ખાતે અવારનવાર સેવા કામ માટે જતી હતી.