કચ્છમાં ૨.૨ અને સૌરાષ્ટ્રમાં ૧.૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ
નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ

કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. મોડી રાતથી કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભચાઉ અને દુધઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ગોંડલ નજીક પણ મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે ૨.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિમી દુર નોંધાયું હતું. જ્યારે ભૂકંપનો બીજો આંચકો સવારે ૮ વાગ્યેને ૧૮ મીનિટે નોંધાયો હતો જેની તીવ્રતા ૪.૧ની હતી. કચ્છના અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.લોકો ઘર બહાર દૃોડી ગયા હતાં.

કચ્છમાં સવારે આંચકો નોંધાયો હતો તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૨ કિમી દુર નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં પણ રાત્રીના ૧૨ વાગ્યેને ૧૨ મીનિટે કંપન અનુભવાયું હતું. સૌરાષ્ટ્રમાં ભૂકંપની તીવ્રતા ૧.૯ નોંધાઈ હતી. ભૂકંપનું એપી સેંટર ગોંડલથી ૧૭ કિમી દુર નોંધાયું હતું.