અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાઓમાં વધુ એક મોરપીંછુ ઉમેરાયુ, ઇનહાઉસ ડાયાલિસિસ સેન્ટર ઉભું કરાયું

અમદૃાવાદૃ સિવિલ હોસ્પિટલમાં હવે ઇનહાઉસ ડાયાલિસિસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આઈસીયુમાં રહેલા ગંભીર દર્દૃીઓને ડાયાલિસિસ માટે બહાર નહીં જવું પડે આ સુવિધા માટે ૫ મશીન પણ વસાવવામાં આવ્યા છે. સિવિલની કોરોના ૧૨૦૦ બેડ હોસ્પિટલના ત્રીજા માળે અલાયદા ડાયાલિસિસ વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ૫ ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા દર્દૃી કોરોના સંક્રમિત થઇને ઓપીડીમાં સારવાર અર્થે આવતા ત્યારે તેમને સામાન્ય વોર્ડમાં દાખલ કરવા પડતા હતા. ત્યારબાદ આઇસીયુમાં ડાયાલિસિસ કરાવવું પડતુ હતુ. આ સંપૂર્ણ પરિસ્થિતીને ધ્યાને રાખીને જ સિવિલ હોસ્પિટલની આ પહેલ ઓ.પી.ડી.માં આવતા કોરોનાગ્રસ્ત દર્દૃીઓ માટે અસરકારક નીવડશે. કોરોનાગ્રસ્ત દર્દૃીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી) ધરાવતા દર્દૃીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે.

કિડનીની તકલીફ ધરાવતા દર્દૃીઓ તેમાં પણ ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતા દર્દૃીઓને નિયમિત ડાયાલિસીસ કરાવવાની તાકીદ જરૂરિયાત ઉભી થાય છે. આવા દર્દૃીઓનું સમયતાંરે ડાયાલિસિસ કરાવવામાં ન આવે તો જીવ ટકાવી રાખવો મુશકેલ બની રહે છે. દૃેશની સૌપ્રથમ પ્લાઝમા બેંક, દૃેશનું સૌપ્રથમ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો હતો. હવે ઇન હાઉસ ડાયાલિસિસ વોર્ડ કાર્યરત કરીને હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે.