૬ મહિના છિપાવી શકાશે રાજકોટવાસીઓની તરસ, ઉનાળામાં સર્જાશે તંગી

રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. કારણ કે, રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં માત્ર છ મહિના ચાલે એટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટ જીલ્લાનાં ૨૫ મોટા ડેમમાં ૯૪ ટકા જળરાશિ એટલે કે, ૨૦૧૬૧ એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે.

મોટાભાગનાં ડેમ હજુ પુરી સપાટીએ છે અને નવી આવક આવી રહી છે. આ પૈકી અમુક જ ડેમ પીવાનાં પાણીનાં સ્ત્રોત છે. તેમજ નર્મદાની પાઇપ લાઇનમાંથી પણ પાણી આવી રહૃાું છે. જોકે રાજકોટની વસ્તીને ધ્યાને લેતા દરરોજ ૧૮ થી ૨૦ એમસીએફટી પાણીની જરૂર પડી રહી છે.

આજીમાં ૯૦૦ જ્યારે ન્યારી ૧માં ૧૧૦૦ એમસીએફટી પાણીનો જથ્થો છે. તેથી માત્ર છ મહિનામાં ડેમ ડેડ વોટર સુધી પહોંચી જશે. જેથી ફરી રાજકોટ શહેરને સૌની યોજનાથી ડેમ ભરવાની જરૂર પડશે એટલે કે, રાજકોટ પાણીની બાબત સાવ નર્મદા નિર આધારીત રહેશે.આજીડેમમાં કુલ સ્ત્રોત ૯૦૦(એમસીએફટી) , દૈનિક ઉપાડ ૫ (એમસીએફટી) , ૫.૫ મહિના ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે, જ્યારે ન્યારી ડેમમાં કુલ સ્ત્રોત ૧૧૦૦ (એમસીએફટી) , દૈનિક ઉપાડ ૫ (એમસીએફટી), ૬ મહિના મહિના ચાલે તેટલું ઉપલબ્ધ પાણી છે. ભાદર ડેમ કુલ સ્ત્રોત ૬૬૪૪ (એમસીએફટી) , દૈનિક ઉપાડ ૩ (એમસીએફટી) ,
પાણીને પિયત માટે અનામત રાખવામાં આવે.

રાજકોટ મહાનગરપાલીકાનાં મ્યુનિસિપલ કમિશ્ર્નર ઉદિત અગ્રવાલે કહૃાું હતું કે, હાલની સ્થિતીએ રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા પુરતો જથ્થો છે. પરંતુ જો રાજકોટવાસીઓ પાણીનો બગાડ કરશે તો આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાય શકે છે. ગત વર્ષે પણ સૌની યોજનાથી રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો નહોતો પડ્યો અને આ વર્ષે પણ પાણી પૂરતું મળી રહેશે. પરંતુ હવે રાજકોટવાસીઓએ પાણીનો કઇ રીતે ઉપયોગ કરવો તે નિર્ણય કરવાનો છે.