સોશિયલ મીડિયા થકી યુવતીને ફસાવીને કર્યા લગ્ન, હકીકત સામે આવતા નોંધાઈ ફરિયાદ

આજકાલની યંગસ્ટર્સ પેઢી સોશિયલ મીડિયા ઉપર વધારે સમય પસાર કરે છે, બીજી બાજુ આપણો સભ્ય સમાજ યુવતીઓને લગ્ન માટે ગાડી, બંગલો, મોટો પગાર જોઈને પરણાવવાનું નક્કી કરે છે. સામેવાળો છોકરો શું કરે છે અને શું નહીં, તેની કોઈ પણ વાતને જાણ્યા વગર આંધળે બેરું કુટીને સંબંધો સાંધતા હોય છે. જેના કારણે ઘણી વખત પાછળથી મોટો પસ્તાવો વેઠવાનો વારો આવે છે. હાલ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના શખ્સે સોશિયલ મીડિયા થકી સુરતના ઓલપાળની કોલેજીયન યુવતીને ફસાવી હતી. બીજી બાજુ યુવતીએ પણ ફેસબુક પર બંગલો જોઈને પ્રેમમાં લપસેલી યુવતી લગ્ન કરી એક અઠવાડિયામાં જ બરાબરની પસ્તાઈ હતી. આ ઘટનામાં કંટાળીને યુવતી રાજકોટ દોડી આવી હતી

અને મામાએ પોલીસની મધ્યસ્થીથી મુક્ત કરાવી હતી. રાજકોટના રખડુ શખસે સોશિયલ મીડિયાના માધ્યમ થકી સુરતના ઓલપાડ વિસ્તારમા રહેતી કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન તો કરી લીધા, પ્રેમી ગાડી, બંગલો વાળો અને મોટો પગારદાર હોવાના પ્રેમીએ બતાવેલા ફેસબુક, ટીકટોકમાં બતાવેલા અભરખાઓમાં અંજાયેલી યુવતીને સ્વપ્ના લગ્નના એક સપ્તાહમાં જ ચકનાચૂર થઈ ગયા હતા. ફસાયેલી યૂવતીએ પીયર જાણ કરી હતી. રાજકોટ દોડી આવેલા યુવતીના મામાએ પોલીસની મદદ લઈને યુવતીને મુક્ત કરાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

બનાવ સંદૃર્ભે ગાંધીગ્રામના પી.આઈ. કે.એ. વાળાના જણાવ્યા મુજબ યુવતીના માતા, પિતા નવસારી રહે છે. યુવતી પાંચ વર્ષની હતી ત્યારથી મામા સાથે સુરતમાં રહેતી હતી. એકાદ વર્ષ પહેલા મિલન પ્રજાપતિ નામના વીજપોલના ખાડા ખોદવાનું કામ કરતા મજુરના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી. યુવતીને મિલને પોતે બંગલો, ગાડી ધરાવે છે, અર્ધો લાખનો પગાર છે અન્ય આવક છેની વાતો કહી અને ફેસબુક, ટીકટોકમાં બંગલો, ગાડી અને પોતાનો ખોટો ઠાઠ બતાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.