સુરત પોલીસે હીરાબજાર અને આંગડિયા પેઢીના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધાર્યું

દિવાળીના તહેવારોમાં ચોરી, લૂંટની ઘટના બનતી અટકાવવા

દિૃવાળીના પર્વને ગણતરીના દિૃવસો બાકી છે ત્યારે સુરતના બે મુખ્ય ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલ માર્કેટમાં અપરાધિક ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ થઇ છે. દિૃવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા મુખ્ય માર્કેટ અને વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે સુરત પોલીસ દ્વારા સુરતના હીરા બજાર અને આંગડિયા પેઢીના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ થતું જોવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુરતમાં હીરા બજાર અને આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં આર્થિક ગતિવિધિઓ ધરાવે છે. ત્યારે સુરતમાં દિવાળીના પર્વ પહેલા લૂંટ અને ચોરીની ઘટનાઓ વધતી જતી હોય છે. તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસે લૂંટ, ચોરીની ઘટના ને ડામવા માટે ઘાસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે દિવાળીના પર્વ પહેલા કોઈપણ અપરાધિક ઘટના ન બને તે માટે ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરત મહિધરપુરા પોલીસ દ્વારા હીરા બજાર અને આંગડિયા પેઢીના વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારોને લઈ પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સાથે જીઇઁની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. હીરા બજારમાં મહિધરપુરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું છે. અહીં હીરા બજાર અને આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં આવેલ છે. દિવાળી સમયે હીરા અને રૂપિયાની હેરાફેરી વધી જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW