સુરતમાં સખી મંડળે તૈયાર કરાયેલ દીવડા કચ્છના રણોત્સવ અને પીએમ મોદીને મોકલાયા

હાલ કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આત્મનિર્ભર બનવાના સપનાને સુરતની સખી મંડળે સાકાર કર્યું છે. આ દિવાળીએ ૫૦ હજાર જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. જે દીવડા પીએમ , સીએમ અને કચ્છના રણોત્સવમાં મોકલવામાં આવશે.

સમગ્ર દેશ હાલ કોરોના ની મહામારી માં જીવી રહૃાું છે. લાખો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આત્મનિર્ભર બનવા અપીલ કરી છે. જે અપીલ ને સાકાર કરવા સુરતની સખી મંડળ અને નારી સંરક્ષણ ગૃહ દ્વારા સાકાર કરવામાં આવી છે. સખી મંડળ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ૫૦ હજાર જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે.

૧૦ જેટલી સખીઓ દ્વારા પ્રતિદિન ૨૦૦ થી ૩૦૦ દૃીવડા તૈયાર કરી મહિને રૂ ૩ હજાર ની કમાણી કરી રહી છે. સખીઓ દ્વારા આ દીવડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીને મોકલી પોતાનો આત્મવિશ્ર્વાસ વધારશે.

આ સાથે મહિલાઓ દ્વારા આ દીવડા કચ્છ ના રણોત્સવ માં પણ સ્ટોલ રાખી વેચાણ માટે મોકલવામાં આવશે. સખી મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો કે પોતાને આત્મનિર્ભર બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.