સુરતમાં ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર ઘટના સ્થળે પહોંચ્યું

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સદનસીબે ગોડાઉનમાં કોઈ ન હોવાથી હજી સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહૃાા છે. સુરત શહેર ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીમાં કેમિકલનું ગોડાઉન આવેલું છે. બપોર બાદ અચાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગના પગેલ આસપાસમાં આવેલા લૂમ્સના કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને કારખાના રહેલા લોકોને પણ સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ગોડાઉનમાં કોઈ ન હોવાના કારણે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

ફાયર વિભાગના મોટા કાફલા દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. શહેરના ઉધના વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. મફત નગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. ત્રણ ઝુંપડા આગની ઝપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતા ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહૃાા છે. હાલ આગનું કારણ અંકબંધ છે.