શિયાળામાં કોરોના કહેર મચાવશે: સરકારે વિદેશી ઓક્જિસન ખરીદવાની તૈયારી કરી

કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારને લાગે છે કે, શિયાળામાં આ વાયરસ વધારે કહેર મચાવશે. જેને લઈને સરકારે અત્યારથી તૈયારીઓ શરુ કરી છે.

કોરોનાના કારણે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરુર પડતી હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે દેશમાં ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે વિદેશથી એક લાખ મેટ્રિક ટન ઓક્સિજન ખરીદૃવાની યોજના બનાવી છે. બુધવારે આ માટે એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ છે. ૧૦ ઓક્ટોબરે કેબિનેટ સચિવ સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો.એ પછી નક્કી કરાયુ હતુ કે, વિદેશમાંથી પણ ઓક્સિજન ખરીદવામાં આવશે.

ખરીદીની કાર્યવાહી પૂરી થવામાં દોઢેક મહિનાનો સમય લાગી શકે છે.હાલમાં દેશમાં રોજ સાત હજાર મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા છે.જેમાંથી ૩૦૯૪ મેટ્રિક ટન ઓક્સિજન કોરોના અને બીજા રોગના દર્દીઓ માટે વપરાય છે.લોકડાઉન બાદ દેશની ઓક્સિજન પ્રોડક્શન ક્ષમતા ૬૦૦૦ ટન હતી.જેમાંથી ૧૦૦૦ ટન જ મેડિકલ યુઝ માટે વપરાતો હતો.જોકે કોરોના બાદ મેડિકલ યુઝ માટે ઓક્સિજનની માંગ વધી ગઈ છે.બીજી તરફ અનલોક ગાઈડલાઈનના કારણે ઉદ્યોગોમાં પણ ઓક્સિજનનો ઉપયોગ વધ્યો છે.આ સંજોગોમાં દર્દીઓ માટે ઓક્સિજનની તંગી ના પડે તે માટે સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે.
દૃેશમાં કોરોનાના કુલ દૃર્દૃીઓ પૈકી ૩.૯૭ ટકા ઓક્સિજન સપોર્ટ પર છે અને ૨.૪૬ ટકા દર્દીઓ આઈસીયુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.