વાઘોડિયામાં કેબલ કનેક્શન નાખવા મુદ્દે ઓપરેટરો બાખડતા પોલીસ ફરિયાદ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

લોખંડની પાઇપ મારતા ઓપરેટર ઇજાગ્રસ્ત

વાઘોડિયા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે કેબલ કનેક્શન નાખવા બાબતે ઓપરેટરો બાખડ્યા હતા. આ બનાવ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેબલનું કેબલ કનેક્શન કાપી નાખીને લોખંડની પાઇપ વડે ફટકારતાં ઓપરેટર ને ઈજા પહોંચી હતી. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા વિનોદ પાંડે એપોલો ટાયરમાં પ્રેસ ઓપરેટર તરીકે નોકરી કરે છે અને કેબલ કનેકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ તેઓ નો કેબલ કનેક્શનની હરીફાઈમાં ચેતન કહાર નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો.

દરમિયાન ગઇકાલે તેઓ વૈકુંઠ સોસાયટી ની પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતેના પોતાના ઘરે હતા, તે સમયે કેટલાક માણસો ધસી આવ્યા હતા અને દાદાગીરી કરીને કેબલ કનેક્શન કાઢી નાખ્યું હતું, જેથી વિનોદભાઈ અને તેમનો પુત્ર ઉત્સવ તથા ભાણિયો અંકિત રાય સ્થળ પર ગયા હતા જ્યાં ચેતન કહાર, વિક્રમ ચાવડા, પિયુષ અને રાજેન્દ્ર નામના વ્યક્તિ હાજર હતા, જ્યાં તેઓએ કેબલ કેમ કાપી નાખ્યું તેમ પૂછતા ઉશ્કેરાયેલા ચેતન કહારે અપશબ્દૃો બોલી આજે તો તને પણ કાપી નાખીશું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન તેઓની સોનાની ચેન ગુમ થઇ ગઇ હતી. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.