વડોદરામાં ભાભી પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરનાર દિયરની કરાઈ ધરપકડ

શહેરના યાકુતપુરા વિસ્તારની મિલકત સબંધી તકરારમાં દિયરે ફાયરીંગ કરી ભાભીની હત્યાનો પ્રયાસ કર્યો હતો . આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે દિયર અને તેના સાગરીતને જેલના હવાલે કર્યા હતા. દરમિયાન ગઇકાલે રિક્ષામાં ધસી આવેલા શખ્સે અમીનાબેન અને તેમના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યાકુતપુરા ખાતે રહેતા નઇમ શેખને પોતાના નાના ભાઈ મોઇન શેખ સાથે મિલકત વિવાદ ચાલતો હતો. જેમાં બંને ભાઈઓ વચ્ચે ભાભી અમીના શેખ આળખીલી બનતી હોવાની ગાંઠ દિયર મોઇનના મગજમાં બંધાઈ ગઈ હતી.

જેને લઈને મોઇને તેના સાગરીતને એક્ટિવા પર બેસાડી ૮ ઓક્ટોબરના રોજ મોટા ભાઈના ઘરે જઈ ભાભી અમીના શેખને આમંત્રણ આપવાના બહાને બહાર બોલાવ્યા હતા અને પોઇન્ટ બ્લૅક રેન્જથી ગોળી મારી બંને આરોપી ફરાર થઈ ગયા હતા. જેમાં પોલીસે દિયર અને તેના સાગરીતની ધરપકડ કરી હતી.

અમીનાબેનના પતિ પરિવાર સાથે ગઈકાલે બાધા પૂરી કરવા માટે શિનોર ગયા હતા. આ દરમિયાન ઘરે અમીનાબેન તથા દીકરો એકલા હતા. તે સમયે રિક્ષામાં નશાની હાલતમાં અબ્દૃુલકાદર શેખ (રહે-ચાંદ પાર્ક, તાંદલજા, વડોદરા) આવ્યો હતો અને મુખતીયાર શેખને બોલાવી અમીનાબેનને જણાવ્યું હતું કે,
મોઇને કર્યું તો બચી ગયા પરંતુ હું નહીં છોડું. બનાવ અંગે અમીનાબેનએ પતિ મોહમ્મદ નઇમ શેખને જાણ કરી હતી.

મોહમ્મદ નઇમએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી પત્ની ઉપર નાના ભાઈ મોઇનએ ફાયરીંગ કર્યું છે જેના કારણે મેં તેની ઉપર ફરિયાદ કરી હતી અમારે મિલકત સંબંધી તકરાર ચાલુ છે મારો ભાઈ સઇમ શેખ અને બનેવી ખાલિદ કાગદીની ચડામણીથી મારે ત્યાં નોકરી કરતા મુખતીયાર શેખ અને મારી પત્ની અમીનાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બનાવ અંગે સીટી પોલીસે કાદર શેખ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW