વડોદરાના પીલોલ રેલવે સ્ટેશન માસ્તરે યુવાન પરિણીતા ઉપર આચર્યું દુષ્કર્મ

આઠ માસ પહેલાં સફાઇ કામ કરતી યુવાન પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનાર પીલોલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે સ્ટેશન સામે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં હવસખોર સ્ટેશન માસ્તરે રૂપિયા ૧૦૦ આપ્યા હતા. અને ચાકૂ બતાવી યુવતીને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આઠ માસ પહેલાં બનેલા દુષ્કર્મના આ બનાવ અંગે રેલવે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેશન માસ્તરના દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી અને હાલ પીલોલ રેલવે સ્ટેશન પાસે રેલવે કવાટર્સમાં રહેતી ૧૯ વર્ષીય પરિણીતા પીલોલ રેલવે સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેનો પતિ પણ કોન્ટ્રાક્ટમાં રેલવેના પાટાનું કામ કરે છે. તા.૧ માર્ચ-૨૦૨૦ના રોજ યુવતી સ્ટેશન માસ્તરની ઓફિસની બાજુમાં સાફ સફાઈ કરતી હતી. તે વખતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રકુમાર વર્મા (રહે-યશ કોમ્પ્લેક્ષ ની સામે, ગોત્રી, વડોદરા) તેની પાસે પહોંચી ગયો હતો અને સ્ટોર રૂમમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદૃ સ્ટેશન માસ્તરે પરિણીતાને સો રૂપિયા આપ્યા હતા. અને આ બનાવ અંગે કોઇને જાણ ન કરવા માટે ધમકી હતી. આમ છતાં, પરિણીતાએ પતિને બનાવ અંગે પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી હતી. ત્યારબાદ કોરોનાના કારણે લોકડાઉન થઈ જતાં પતિ-પત્ની વતન જતા રહૃાા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ પતિ રાબેતા મુજબ કામ પર લાગી ગયો હતો અને યુવતી રેલવે ક્વાટર્સમાં એકલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW