રાજકોટમાં એક જ દિવસમાં ૬૦ વર્ષના ૧૨ વૃદ્ધ વ્યક્તિઓએ કોરોના પર મેળવ્યો કાબૂ

કોરોનાને બેરંગ કરવા રંગીલા રાજકોટવાસીઓ બુલંદ હોંસલા અને સકારાત્મકતા સાથે કોરોના સામે લડાઈ લડી રહૃાા છે. જેનો સફળ દાખલો રાજકોટના ૬૦ વર્ષના૧૨ વયોવૃદ્ધ વ્યક્તિઓએ બેસાડ્યો છે. મોટી ઉંમર, ડાયાબીટીસ અને બી.પી છે તેવા ભયથી ડર્યા વગર સમયસર સારવાર લઈને સંપૂર્ણ સ્વસ્થ થતાં ૧૨ વૃદ્ધ લોકો આજે અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.

સુરેશ દલાલના મસ્તીના મિજાજ સાથે ઘડપણનું જીવન જીવવાની સકારાત્મક બાજુને રજુ કરતી કાવ્યની પંક્તિના મરણ આવે ત્યારે વાત, અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાતના શબ્દોને ૬૨ વર્ષીય દમયંતીબેન પંડ્યાએ સાચા અર્થમાં સાર્થક કર્યા છે.