ભારત-યુએસ સાથે તણાવ વચ્ચે જિંગપિંગએ કહૃાું- જંગ માટે તૈયાર રહે સેના

અમેરિકા અને ભારતની સાથે ચાલી રહેલાં તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ગુઆંગડોંગ વિસ્તારનો પ્રવાસ કરી સેનાના એક અડ્ડા પર પહોંચ્યા હતા. સૈન્ય અડ્ડા પર શી જિંગપિંગે મરીન સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અને હંમેશા સતર્ક રહેવા માટે કહૃાું છે. જિંગપિંગે શાંતોઉ વિસ્તારનો પણ પ્રવાસ કર્યો હતો, જે વિદેશોમાં રહેતાં ચીની લોકોનું હોમટાઉન છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ પ્રમાણે શી જિંગપિંગે મરીન સૈનિકોને કહૃાું કે, તેઓને એક સાથે અનેક મોર્ચા પર તૈયાર રહેવું, ત્વરિત પ્રતિક્રિયા આપવી, તમામ મોસમ અને વિસ્તારમાં જંગ લડવા માટે તૈયાર રહેવાં કહૃાું હતું. ચીનના સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર પ્રકાશિત શીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમને તમારું દિમાગ અને તમામ ઉર્જા યુદ્ધની તૈયારી માટે લગાવી દેવી જોઈએ અને હંમેશા સતર્ક રહેવું જોઈએ.

શી જિંગપિંગે કહૃાું કે, મરીન સૈનિકોનાં અલગ અલગ મિશન છે અને તમારી ડિમાન્ડ વધારે હસે. તેને જોતાં તમને તમારી ટ્રેનીંગમાં જંગની તૈયાર પર ફોકસ રાખવું જોઈએ. સાથે જ પોતાના પ્રશિક્ષણના માપદૃંડ અને લડાકૂ ક્ષમતાને વધારવી પડષે. સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના ચેરમેન શી જિંગપિંગે કહૃાું કે, મરીન સૈનિકોના ખભા પર સમગ્ર દેશની સંપ્રભુતા, સુરક્ષા, સમુદ્રી હીતો અને વિદેશોમાં ચીની હિતોની રક્ષાની જવાબદારી છે.

માનવમાં આવી રહૃાું છે કે, ચીની રાષ્ટ્રપતિઅ ઈશારા-ઈશારામાં તાઈવાન અને સાઉથ ચાઈના સી પર ચીનના દાવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સૈન્ય યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે તાઈવાનમા તણાવી ચરમસીમા પર છે. સાથે જ અમેરિકા અને તાઈવાનની વચ્ચે સંબંધ વધારે મધૂર થતાં જઈ રહૃાા છે. ચીને કહૃાું કે, તે તાઈવાનેને પોતાના નિયંત્રણમાં લાવવા માટે છે અને તેના જરૂર પડી તો તે સેનાનો પણ ઉપયોગ કરશે.