ભારતમાં હવા પ્રદુષણથી ૧.૧૬ લાખથી વધુ નવજાત શિશૂઓના મોત થયા: રિપોર્ટ

ભારતમાં હવા પ્રદુષણના ગંભીર અને ખતરનાક પરિણામોનો ખુલાસો કરતા એક રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ દેશમાં હવા પ્રદુષણને લીધે એક વર્ષમાં લગભગ ૧,૧૬,૦૦૦ થી વધારે નવજાત શિશૂઓના મો નીપજ્યા છે.

આ ખુલાસો સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૦ નામની એક વૈશ્ર્વિક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જેને હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં દૃાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુ પામેલા અડધાથી વધારે શિશૂઓના મોત બહારના પ્રદુષક તત્વો સાથે જોડાયેલ છે. જેમાં રાંધણ માટે વપરાતુ ઇંધણ, લાકડા કે કોલસા, છાણ જેવા ઇંધણ સામેલ છે. તેમનાથી ઉત્પન્ન થયુ હવા પ્રદુષણ નવજાત શિશૂઓ માટે જીવલેણ સાબિત થઇ રહૃાુ છે. આવા શિશૂઓમાં મોટાભાગના કમજોર અને પ્રિમેચ્યોર ડિલિવરીથી જન્મેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતમાં લાંબા સમયથી હવા પ્રદુષણને લીધે વર્ષ ૨૦૧૯માં સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટિશ, ફેફસાંનું કેન્સર અને અન્ય બીમારીઓ, નવજાત રોગોથી ૧૬.૭ લાખ એટલે કે ૧.૬૭ મિલિયન લોકોના મોત થયા.

એક પરિબળ એ પણ છે કે, રિપોર્ટ કોરોના કાળમાં સામે આવી છે. જ્યાં કોરોના સંક્રમણથી હ્રદય અને ફેફસાંને ભારે નુકસાન થવાથી મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ રિપોર્ટ પછી હવા પ્રદુષણથી થતી બીમારીઓ અને કોરોના સંક્રમણ વચ્ચેનો સંબંધ ખુલ્લો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW