બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને ઝાડ સાથે બાંધી મુંડન કરાયું

છેલ્લાં કેટલાક દિવસોથી પ્રેમી-પ્રેમિકાના અનૈતિક સંબંધોની જાણ થાય તો મૂંડન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ પ્રકારના વીડિયો અનેક વખત સામે આવી ચૂક્યા છે. જેમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીના બુરા હાલ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં પ્રેમીનુ મુંડન કરીને તેનો વીડિયો ફરતો કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠામાં યુવકનું મૂંડન કરતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં પણ રાધનપુરનો યુવક મહિલાને મળવા માટે આવ્યો હતો. જે પકડાઈ જતા તેનું મુંડન કરાવવામાં આવ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં યુવકનું મૂંડન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકને ઝાડ સાથે બાંધીને મુંડન કરાઈ રહૃાું છે. પીડિત યુવક આસપાસના લોકોને વીડિયો ન ઉતારવા આજીજી કરે છે, પરંતુ તેની આજીજી કોઈ સાંભળતું નથી. આ ઘટનામાં ભોગ બનનાર યુવક રાધનપુરનો છે અને તે બનાસકાંઠામાં મહિલાને મળવા આવ્યો હતો. વીડિયોમાં તે બદનામ ન કરવા યુવક આજીજી કરી રહૃાો છે. અગાઉ પણ અનેક વીડિયો વાયરલ થયા હતા.

બનાસકાંઠામાં યુવકનો બળજબરીથી મુંડન કરેલ વીડિયો ફરી વાયરલ થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકોએ યુવકને ઝાડ સાથે બાંધીને માથાના વાળ કાપ્યા હતા. પીડીત યુવકે વીડિયો ન ઉતારવાની અને બદનામ ન કરવાની આજીજી કરી હતી. પરંતુ તેની દયાની ભીખ કોઈ સાંભળતું નથી. આ વિડિઓ બનાસકાંઠાના સરહદૃી તાલુકાના કોઈક ગામનો હોવાનું અનુમાન લગાવાઈ રહૃાું છે. રાધનપુરનો યુવક કોઈક મહિલાને મળવા આવતા પકડાઈ જતા ગામલોકોએ પહેલા તો બરાબરનો મેથીપાક આપ્યો હતો. જિલ્લામાં વારંવાર બની રહી છે આવી ઘટના, પરંતુ પોલીસ ફરિયાદ ન થવાથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું ચર્ચાઈ રહૃાું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW