Monday, January 18, 2021
Home Female પ્રેમાંધ બનેવીએ સાળીને ગુમ કરી દેતા પોલીસ ધંધે લાગી, ધરપકડ

પ્રેમાંધ બનેવીએ સાળીને ગુમ કરી દેતા પોલીસ ધંધે લાગી, ધરપકડ

મોરબીના વાંકાનેર તાલુકામાં પોલીસને વિચિત્ર રીતે ગુમરાહ કરવાનો ગુનો એક ઈસમ વિરુદ્ધ નોંધાયો છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૨/૯/૨૦૨૦ના રોજ નોંધાયેલ બનાવમાં નરશીભાઇ દેવજીભાઇ પઢારીયાએ વાંકાનેર પોલીસ મથકમાં જાણ કરી હતી કે પોતાની દિકરી મોનિકા પોતાના સ્કુટર પર પોતાના ઘરે મોરબીથી નિકળી વાંકાનેર, મહાદેવ નગર, પંચાસર રોડ ઉપર રહેતી પોતાની મોટી દિકરી દિપ્તી સંદીપભાઇ ગોહેલના ઘરે ગયેલ હતી.

ત્યાંથી બપોરના ત્રણેક વાગ્યે વાંકાનેર ખાતેથી મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી એ સમયગાળામાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ મહા નદીના પુલ ઉપર પોતાનું એકટીવા, મોબાઇલ ફોન અને પાકીટ મુકી કોઇને કહૃાા વિના જતી રહી હતી.

જેથી વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજાએ ગુમ થયાની ફરીયાદ નોંધી ગુમ થયેલ યુવતી મોનિકની શોધખોળ હાથ ધરી હતી જોકે આ તપાસ દરમ્યાન સત્ય જાણી પીએસઆઇ રામદેવિંસહ જાડેજા સહિતની ટિમ ચોકી ઉઠી હતી જેમાં ગુમ મોનીકાનો મોબાઈલ ફોન છેલ્લા કેટલાંક સમયની હિસ્ટ્રી,લોકેશન અને નજીકના સગા સંબંધીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી આ તપાસ દરમ્યાન ગુમ થનાર મોનીકાનો બનેવી સંદીપ કિશોર ગોહેલ એ પોલીસને ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નહી હોવાનું જણાવેલ હતું.

પીએસઆઇ આર પી જાડેજાની ટીમને યુવતી મોનિકના બનેવી સંદીપની વાત ગળે ઉતરી ન હતી અને કિશોરને જ શંકાના દાયરામાં લઈને પોલીસે અમુક પ્રાથમિક પુરાવાઓ હાથ વગા કરી સંદીપ પર નજર રાખતા બાદમાં સંદીપની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.