પ્રથમ દિવસની ૫૦૦થી વધુ એડવાન્સ ટિકિટ બુક થઈ

આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુન: પ્રવાસીયો માટે મુકાશે ખુલ્લું

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે પ્રધાન મંત્રી નરેદ્ર મોદીએ ૧૭ જેટલા પ્રોજકટનું લોકાર્પણ કરીને કેવડિયા પ્રવાસન ધામને ખુલ્લું મૂક્યું છે. આગામી ૩ નવેમ્બરથી તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા થઇ જશે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ દિવાળીની રાજાઓમાં કેવડિયા પ્રવાસન ધામ ખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહૃાું છે. હોટેલ અને ટેન્ટ સીટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ૩ નવેમ્બરના પાંચ સ્લોટમાં ૫૦૦ થી વધુ ટિકિટ અત્યારથી જ બુક થઇ ગઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩ નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવસીઓ બુક કરાવી રહૃાા છે. બે સ્લોટ પેક પણ થઇ ગયા છે. હવે પ્રવાસીઓ સી-પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે. આમ રોડ, હવાઈ બંને રીતે પ્રવસીઓ આવી શકશે. આગામી સમયમાં ટ્રેન પણ શરૂઆત થશે. ત્યારે પણ પ્રવસીઓની અવર જવર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW