પેટાચૂંટણી પહેલા ડાંગ બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો, આગેવાનો ભાજપમાં જોડાયા

આગામી ૩ નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણી પહેલા ડાંગ બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડાંગમાં કેટલાક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. જેને કારણે ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું છે. કાલીબેલ વિસ્તારમાં યોજાયેલ સભામાં ૧૫૩ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

વઘઈ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, નિવૃત શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા. ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસનો ગઢ મનાતા કાલીબેલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી ગણપતિંસહ વસાવાની વાવાઝોડું રૂપી સભાઓમાં કોંગી પાયાના કાર્યકરો સહિત ખમતીધર નેતાઓ સાગમટે કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી હતી.

શુક્રવારે ડાંગના કોંગ્રેસી ગઢ ગણાતા કાલીબેલ વિસ્તારોમાં યોજાયેલ સભામાં ૧૫૩ કોંગ્રેસી કાર્યકરો સાથે આ વિસ્તારના પોલીસ પટેલો, કારભારીઓ સાથે વઘઇ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સનતભાઈ નાવજુભાઈ ચૌધરી સહીત નિવૃત શિક્ષકો વિધિવત રીતે ભાજપની કંઠી ધારણ કરીને ડાંગમાં પેટા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ ગઢમાં ગાબડું પડયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.