પુત્રનું અકાળે અવસાન થતાં માતાએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ડીંડોલી વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષનાં સંગીતાબેન દત્રાત્રેય પાટીલે પોતાના પુત્રનાં વિરહમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. તેમનો એકનો એક પુત્રનું ૨૮ ઓગસ્ટે હદયરોગનાં હુમલા બાદ મોત નીપજ્યું હતું. જેનો વિરહ સહી ન શકનાર માતાએ પણ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે સાંઈ નગર ખાતે રહેતા દત્તાત્રય પાટીલ ટેક્સટાઇલ માર્કેટમાં મજુરી કરે છે. ગઈ તારીખ ૨૮ ઓગસ્ટના રોજ દત્તાત્રેયભાઈ અને સંગીતાબેનના પુત્ર દિૃપકને દય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે પુત્રનુ અવસાન થયું હતું. પુત્રનું અકાળે અવસાન થતા દત્તાત્રેયભાઈની પત્ની સંગીતાબેન આઘાત સહન ન કરી શકતા માનસિક સંતુલન ગુમાવી દૃીધું હતું. પરિવારનાં જણાવ્યાં પ્રમાણે, આ કારણે જ રવિવારે સંગીતાબેને ઘરમાં છતનાં હુક સાથે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ અંગે ડીંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રના અવસાન બાદ વિયોગમાં આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.