પાટીદાર નેતા દિલીપ સાબવાના આક્ષેપ પર હાર્દિક પટેલે કર્યો પલટવાર

ગઢડા ૧૦૬ વિધાનસભા બેઠક પર બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પુરા જોરથી કરવામાં આવી રહૃાો છે. ત્યારે બંને પક્ષોના સ્ટાર પ્રચારકો ગઢડા મતક્ષેત્રમાં પોતાની સભાઓ કરી રહૃાા છે. કોરોના મહામારીના ખતરાને ભૂલીને કાર્યક્રમો થઈ રહૃાા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીના સમર્થમાં હાર્દિક પટેલે માંડવધાર ગામે સભાને સંબોધી હતી. ચૂંટણીના પડઘમ હોવી પુરજોશમાં ચાલી રહૃાા છે.

ત્યારે બંને ભાજપના સી.આર પાટિલ ગઢડા પહોંચ્યા તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ગઢડાના માંડવધાર ગામે મોહનભાઇ સોલંકીના સમર્થમાં સભાને સંબોધી હતી. જેમાં ધારાસભ્ય વિરજી ઠુમમર, કાનુભાઈ બારૈયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. જો કે, કોરોના મહામારીને ભૂલીને મોટી સંખ્યામાં લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતનું ભાન ભૂલ્યા હતા. હાર્દિક પટેલે સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક મુદૃાઓને લઈને જનતા પાસે મત માગ્યા હતા. હાર્દિક પટેલે લોકોને અપીલ કરી હતી કે,

મોહનભાઇને બે વર્ષ માટે તક આપો અને કામ જુવો અને જો કામ સારું ના લાગે તો આવતી ચૂંટણીમાં તેમને મત ના આપજો. આજે ભાજપમાં ભળેલા અને પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા દ્વારા આક્ષેપ કરેલ કે ૨૦૧૭માં હાર્દિકે ટિકિટો વેચી હતી. તેના જવાબમાં હાર્દિકે કહૃાું હતું કે તેને મારા પર આક્ષેપ કરવાની જરૂર જ નથી તે પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ, અપક્ષ, એનસીપી અને ફરી ભાજપમાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW