નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી, ૬નો બચાવ

શહેરના અંબાજી રોડ પર આવેલી ૧૦૦ વર્ષ જૂની નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી થઈ જતા ભાગદૃોડ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ પ્લસ એક માળના આ જર્જરીત મકાનના ગ્રાઉન્ડ લોર પર રહેતા ૬ લોકોનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિૃવસોથી આ વાડીના બિલ્ડીંગમાંથી કાટમાળ પડતો હોવાની ફરિયાદૃ પણ કરાઈ હતી. લગભગ ૧૦૦ વર્ષ જુની નાગર પંચની વાડીનું ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન બનાવવામાં વધુ પડતા લાકડાનો વપરાશ કરાયો હતો.

આ જર્જરીત મકાનને ઉતારી પાડવા અગાઉ ચારવાર પાલિકાને જાણ કરાઈ છે. આજે સવારે અચાનક આખા મકાનમાં ધ્રુજારી આવતા નીચે રહેતા તમામ લોકો ઘર બહાર દૃોડી આવ્યા હતા. ત્યારબાદૃ પહેલા માળનું ધાબાનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. જેને લઈ પહેલા માળની દૃીવાલ પણ ઘરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને લઈ આખા ફળિયામાં લોકો બહાર દૃોડી આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટનાની જાણ બાદૃ સ્થળ વિઝીટ કરવા આવ્યા હતા. એટલું જ નહીં પણ આખું મકાન ઉતારી પાડવાનો નિર્ણય કર્યો હતો.

જર્જરીત નાગર પંચની વાડીને ઉતારી પાડવા પાલિકામાં ૩થી વધુ અરજીઓ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાય ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બાદૃ ફાયર વિભાગે સ્થળ નિરીક્ષણ કરતા આખી બિલ્ડીંગ ઉતારી પડવા સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.