નવસારીમાં ૧.૭૪ લાખનો દારૂ ઝડપાતા પીએસઆઈ કરાયા સસ્પેન્ડ

રાજ્યમાં પોલીસ બેડામાં નવા ડીજીપીના આગમન પછી અનેક બદલાવો જોવા મળી રહૃાા છે. થોડા સમય પહેલાં જ સુરતમાં એક પીઆઈ દૃારૂના દૃરોડા મામલે સસ્પેન્ડ કરાયા હતા ત્યારે દૃક્ષિણ ગુજરાતમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં દારૂના દરોડા પડતા જ સ્થાનિક પી.એસ.આઈ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરોડામાં સુરત આરઆરસેલ દ્વારા ૧.૭૪ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે સુરત આરઆર સેલ દ્વારા બીલીમમોરા નજીક નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં ૭૮૦ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલા બૂટલેગરની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો આશરે ૧.૭૪ લાખ રૂપિયાનો હતો. પોલીસની રેડમાં એક ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ દરોડામાં પોલીસે જવાત્રી ટંડેલને ઝડપી પાડી હતી આ મહિલા બૂટલેગરે આ દારૂનો જથ્થોઅંકિત પટેલ અને જયેશ પટેલ આપી ગયા હોવાની કેફિયત આપી હતી. પોલીસે આ મામલે મહિલા બૂટલેગરની ધરપકડ કરી અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે, આ મામલે મરીન પોલીસ મથકની હદૃમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને ઉચ્ચ અધિકારીના આદૃેશથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છએ થોડા દિવસો પહેલાં સુરતમાં પણ એક પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW