નવરાત્રિમાં મા અંબાનું અંબાજી મંદિર નવેય દિવસ ખુલ્લું રહેશે

આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારે તહેવારોને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. જેમાં આ વખતે ખૈલેયાઓને સૌથી વધુ માર પડ્યો છે. મોટા પાર્ટી પ્લોટોમાં નવરાત્રિ બંધ રાખવાનો નિર્ણય બાદ આજે સરકારે શેરી ગરબા સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે નવરાત્રિમાં મા અંબેનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહૃાા છે.

નવરાત્રિમાં મા અંબાનું અંબાજી મંદિર નવેય દિવસ ખુલ્લું રહેશે. તેના માટે હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે, જેના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા આઠમના દિવસે સવારે ૬ વાગ્યે આરતી થશે. હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં નવેય દિવસમા અંબાની પુજા અર્ચના અને આરતી માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તમને જણાવીએ કે ચૈત્રી નવરાત્રિમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ હોવાના કારણે અંબાજી મંદિૃર બંધ રહૃાું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આસો નવરાત્રીને લઇને અંબાજી મંદિરનો દૃર્શન સમય બદલાયો છે. ગુજરાત સહિત વિશ્ર્વભરમાં જાણીતું મા અંબાનું અંબાજી મંદિર નવરાત્રીમાં ખુલ્લું રહેશે. ૧૭ ઓક્ટોબરથી નોરતા શરૂ થઈ રહૃાા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે આરતીના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. નવરાત્રી આઠમના દિવસે સવારે ૬ વાગે આરતી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ જાહેર કરીને જાહેર જનતા માટે આ માહિતી આપવામાં આવી છે.

જાણો સમગ્ર કાર્યક્રમ

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ૧૭/૧૦/૨૦૨૦ થી સમય નીચે મુજબ રહેશે
અંબાજી મંદિરમાં સવારે આરતી ૭:૩૦ વાગે થશે.
સાંજે આરતી ૬:૩૦ વાગે થશે.
બપોરે મંદિર ૪:૧૫ વાગે બંધ થશે

અંબાજી મંદિર નવરાત્રી દર્શન સમય
સવારે આરતી ૭:૩૦ થી ૮
સવારે દર્શન ૮ થી ૧૧:૩૦
બપોરે રાજભોગ ૧૨ વાગે
બપોરે દર્શન ૧૨:૩૦ થી ૪: ૧૫
સાંજે આરતી૬:૩૦ થી ૭:૦૦
સાંજે દર્શન ૭ થી ૯

અંબાજી મંદિર ઘટ સ્થાપન પ્રથમ નોરતું
૧૭/૧૦/૨૦૨૦
સવારે ૮:૧૫ થી ૯: ૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.