ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ, બે લોકો ઘાયલ

ધ્રાંગધ્રા અમદૃાવાદ હાઈ-વે પર અજાણ્યા શખ્સો દ્વારા બે વ્યક્તિ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ફાયરીંગમાં બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દૃોડી આવ્યા હતા. આ સાથે પોલીસને જાણ કરવામાં આવતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દૃોડી આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધ્રાંગધ્રા હાઈવે પાસેના ગામ નજીક આ ઘટના બની છે. જોકે, કોના દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું અને કયા કારણોસર ફાયરીંગ કરાયું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.