ધાનાણીના ટ્વીટથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ, કહૃાું- ગાંડો હાલશે પણ ગદ્દાર નહી

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોની પેટાચૂંટણીઓ માટે શંખનાદ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરીને તેમને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહૃાા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુ એક ટ્વીટ કરીને રાજકરણમાં ગરમાવો લાવી દીધો છે. આ પહેલા પણ ગુજરાત કોંગ્રેસે પેટાચૂંટણીને લઈને અભિયાન જાહેર કરી દીધું હતું. પેટાચૂંટણીઓમાં કોંગ્રેસના નવું અભિયાનનું નામ ‘ગદ્દાર જયચંદો જવાબ આપોના નામે ચલાવ્યું હતું.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં આવી જાય છે અને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પણ મોટા-મોટા આક્ષેપો કરતા રહે છે. ત્યારે હવે પેટા ચૂંટણીની તારીખ આગળ વધી રહી છે રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળે છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વાર સોશિયલ મીડિયામાં બોમ્બ ફોડ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટર પર લખ્યું છે કે ‘ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ. પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,

ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ. ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ.! આ ટ્વીટમાં પરેશ ધાનાણીએ પોલિટિકલ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ બન્ને પક્ષોના નેતાઓ એક બીજા પર ખરીદ વેચાણને લઈને આક્ષેપો કરી રહૃાા છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ટ્વીટરના માધ્યમથી એક અલગ જ પ્રકારનું અભિયાન ચલાવી રહૃાા છે જેમા તેઓ પક્ષપલટો કરનારા ધારાસભ્યોને પોતાનો નિશાનો બનાવી રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW