ધનતેરસનાં દિવસે આર્યુવેદિક સંસ્થાનને મળશે રાષ્ટ્રીય દરજ્જો, પીએમ મોદી કરશે લોકાર્પણ

આર્યુવેદનું કાશી ગણાતા જામનગરને દિવાળી પહેલા મોટી ભેટ મળવા જઈ રહી છે. જામનગરની રાજાશાહી વખતની આર્યુવેદિક સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો મળવા જઈ રહૃાો છે. આગામી ધનતેરસના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈ-વિમોચન કરશે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ સહિત ત્રણ સંસ્થાઓને ઇન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદના દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થયા બાદ હવે આગામી ૧૩મી નવેમ્બરના રોજ પાંચમાં આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઈન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ અટલેકે આઈઆરટીએનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી થવાનું છે.

આ વેળાએ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામનગર, આર્યુવેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ડો.અનુપ ઠાકરના જણાવ્યા પ્રમાણે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગર ખાતે આવેલી એક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ એક એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે કે જ્યાં, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આર્યુવેદ વિષયના અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે.

આવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાઓને રાષ્ટ્રીય દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થઇ ગયા બાદ હવે આગામી ૧૩મી નવેમ્બરે શુક્રવારના ધનતેરસના દિવસે રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયુર્વેદ યુનિવર્સિટી ખાતે નવા માળખાનું વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરસિંગથી હાજરી આપીને ઈ- લોકાર્પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW