તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી સોનાની ચેનની લૂંટી આરોપીઓ ફરાર, તપાસ શરૂ

કોરોના વાયરસના કારણે રાજ્ય સહિત દૃેશભરમાં લૉકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે દૃેશભરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, લૉકડાઉન બાદૃ અનલૉક શરૂ થતા ફરી રોજે-રોજ લૂંટ, હત્યા, હુમલો, ચોરી, બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. અમદૃાવાદૃના નિકોલ વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

નિકોલમાં રહેતા ધનજીભાઈ પટેલે ફરિયાદૃ નોંધાવી છે કે ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓના ઘરેથી નીકળી મલબાર બંગલોની સામે ખુલ્લા પ્લોટમાં ઓરડી બનાવવાનું કામ ચાલી રહૃાું છે, તેઓ ત્યાં કામ જોવા માટે પહોંચ્યા હતા. સાંજના સામે તેઓ તેમના બાપુજીના દૃીકરા ભરત સાથે ઊભા રહીને કોન્ટ્રાક્ટ બાબતે ચર્ચા કરી રહૃાા હતા તે દૃરમિયાન ચાર જેટલા અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા.

ચારેય ભરતભાઈને માર મારવા લાગ્યા હતા. બાદૃમાં એક ઈસમે તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર ફરિયાદૃીને પેટના નીચેના ભાગે મારીને તેમની સોનાની ચેન લૂંટીને આરોપીઓ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. બાદૃમાં ઇજાગ્રસ્ત ફરિયાદૃીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે લુંટારૂઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદૃ થઈ ગઈ છે. અનલૉક થયા બાદૃ દિૃવસેને દિૃવસે ગુનાખોરી વધી રહી છે. એક પછી એક ગુનાને અંજામ આપીને ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહૃાા હોય તેમ લાગી રહૃાું છે.