તમામને માહિતી પહોંચાડવાના હેતુથી વડોદરા મનપા આજથી શરૂ કરશે સેક્રેટરી એપ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોર્પોરેટરોને સેક્રેટરી દ્વારા વિવિધ માહિતી રૂબરૂ પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં હવે મોબાઇલ એપ દ્વારા તમામને માહિતી પહોંચી શકે તે પ્રમાણે સેક્રેટરી એપ આજથી શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વડોદરા શહેરના વિકાસના કામોનું પણ લોકાર્પણ વડોદરાના મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ કરશે.

મેયર ડો. જીગીશાબેન શેઠના હસ્તે વિવિધ કાર્યક્રમોને લીલીઝંડી આપવામાં આવશે. જેમાં પૂર્વ ઝોનમાં આવેલી ટીપી-૫ના એફપી-૭૪૭ કિશનવાડી ખાતે રૂપિયા ૧.૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. ધરમપુરા પ્લીન્થના લાભાર્થીઓને વેચાણ દસ્તાવેજ સુપરત કરાશે. આ ઉપરાંત ડિજિટલ ભારત પ્રોગ્રામ હેઠળ ડિજિટલાઇઝેશનને પ્રાધાન્ય આપવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેટરો માટે મ્યુનિસિપલ સેક્રેટરી એપનો શુભારંભ કરાવાશે. તમામ કાર્યક્રમ આવતીકાલે આજે સવારે ૧૧:૦૦ કલાકે ખંડેરાવ માર્કેટ સ્થિત સ્થાયી સમિતિની રૂમમાં યોજાશે.

વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરોને તમામ પ્રકારની માહિતી મોબાઈલ પર જ મળી શકે તે પ્રમાણે સેક્રેટરી એપ શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ કાઉન્સીલરો સમગ્ર સભાના એજન્ડા મોબાઈલ પર જોઈ શકશે તેમજ સ્થાયી સમિતિના સભ્યો અને અન્ય વિવિધ સમિતીના સભ્યો તેમની કમિટી ને લગતા કામો ના એજન્ડા પણ આ સેક્રેટરી એપ દ્વારા જોઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા ચાલતી માય વડોદરા એપ સાથે સાથે સેક્રેટરી એપ પણ મૂકવામાં આવી છે, જેમાં સમગ્ર સભા સ્થાયી સમિતિ અને વિવિધ સમિતિના એજન્ડા પરના કામો મૂકવામાં આવશે તેમ વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW