ડાંગ જિલ્લા બીજેપી પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીએ ચિકન સેન્ટરના સંચાલક સાથે કરી મારામારી

અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક પર કાલે મતદાન થવા જઇ રહૃાું છે. લોકોમાં ચૂંટણીના કારણે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. જો કે આ સ્થિતીમાં હાલ ડાંગમાં એક વીડિયો વાયરલ તઇ રહૃાો છે. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુક રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહૃાો છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ભજાપ પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી આહવા ખાતે ચિકન સેન્ટર પર ગયો હતો.

જ્યાં કોઇ કારણસર ચિકન સેન્ટરનાં સંચાલક સાથે તેને માથાકુટ થઇ હતી. માથાકુટ જોતજોતામાં ઉગ્ર બની હતી બંન્ને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થવા લાગી હતી. જેના પગલે રમેશે ચિકન સેન્ટરનાં સંચાલકને ગડદૃા પાટુનો માર માર્યો હતો. આ મારામારી ધીરે ધીરે નાની જુથ અથડામણ જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું. સાથે રહેલા સમર્થકો અને દુકાન અને આસપાસનાં યુવકો સામ સામે આવી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકોનાં ટોળા વિખેરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે એટલો તંગ બની ગયો કે શાંત પાડવા માટે પોલીસે પણમહેનત કરવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW